"કલમ મારી પ્રેરણા"
"કલમ મારી પ્રેરણા"
જીવનના દરેક સંજોગો એ મને શબ્દો આપ્યા
ને આ શબ્દોને કલમે માન આપ્યું
વિપરીત સંજોગો,વિચલિત સંજોગો,
ઘણું શીખવા મળ્યુ આ સંજોગોમાંથી
શબ્દો મારુ જીવન ને કલમ મારી સહાયક
ઘણું રસપ્રદ છે પોતાના શબ્દોને કાગળ પર ટપકાવવા
એ પણ,
નથી અટકી આ કલમ શબ્દો મળ્યા જ્યારથી એને
બસ ઠાલવુ છુ દરેક સ્થિતીઓને આ કાગળ પર
ન કોઈ સાથ આપે ત્યારે કલમ હોંકારો આપીને કહેતી
'કોઈ નથી હુ તો છુ ને ' આવો અનુભવ થાય છે!
એ સંજોગો તારા પર તો માન છે જ
કારણ તેં મને શબ્દો આપ્યાં પણ,
આ કલમ પર પણ ઓછુ નથી જેણે શબ્દો કાગળ પર જિલ્યા
ધન્ય છે કલમ તારો સાથ મુજને..
Comments
Post a Comment