"કલમ મારી પ્રેરણા"
"કલમ મારી પ્રેરણા" જીવનના દરેક સંજોગો એ મને શબ્દો આપ્યા ને આ શબ્દોને કલમે માન આપ્યું વિપરીત સંજોગો,વિચલિત સંજોગો, ઘણું શીખવા મળ્યુ આ સંજોગોમાંથી શબ્દો મારુ જીવન ને કલમ મારી સહાયક ઘણું રસપ્રદ છે પોતાના શબ્દોને કાગળ પર ટપકાવવા એ પણ, નથી અટકી આ કલમ શબ્દો મળ્યા જ્યારથી એને બસ ઠાલવુ છુ દરેક સ્થિતીઓને આ કાગળ પર ન કોઈ સાથ આપે ત્યારે કલમ હોંકારો આપીને કહેતી 'કોઈ નથી હુ તો છુ ને ' આવો અનુભવ થાય છે! એ સંજોગો તારા પર તો માન છે જ કારણ તેં મને શબ્દો આપ્યાં પણ, આ કલમ પર પણ ઓછુ નથી જેણે શબ્દો કાગળ પર જિલ્યા ધન્ય છે કલમ તારો સાથ મુજને..